News & Updates

Welcome To Government Arts And Commerce College Sami Website

Page Title

6
Aug
2026
Advertisement of PoP (Professor of Practice) at GACC, Sami, Dist. Patan

જાહેરાત

સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ, સમી, જી: પાટણ

ગુજરાત સરકારના ઉચ્ચ શિક્ષણ વિભાગના નિયમોનુસાર, સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ, સમી ખાતે Professor of Practice - PoP ની જગ્યા ભરવા માટે યોગ્ય લાયકાત અને અનુભવ ધરાવતા ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવે છે.

જગ્યાની વિગતો:

  • પોસ્ટનું નામ: પ્રોફેસર ઓફ પ્રેક્ટિસ (PoP)

  • કુલ જગ્યા: ૦૧ (એક)

  • ક્ષેત્ર/વિષય: વિનયન (Arts) અથવા વાણિજ્ય (Commerce) ક્ષેત્રને સંબંધિત ઉદ્યોગ, વહીવટ, લલિતકળા, પત્રકારત્વ કે જાહેર સેવાનો બહોળો અનુભવ ધરાવતા નિષ્ણાત.

  • શૈક્ષણિક લાયકાત અને અનુભવ: યુ.જી.સી. (UGC) અને શિક્ષણ વિભાગ, ગુજરાત સરકારના પ્રવર્તમાન નિયમો મુજબ (સંબંધિત ક્ષેત્રમાં ન્યૂનતમ ૧૫ વર્ષનો વ્યાવસાયિક/વ્યવહારુ અનુભવ હોવો અનિવાર્ય છે).

અરજી કરવાની રીત:

૧. રસ ધરાવતા ઉમેદવારોએ પોતાનો સંપૂર્ણ બાયોડેટા (CV) તૈયાર કરવાનો રહેશે. બાયોડેટામાં સંપર્ક નંબર અને ઈમેલ આઈડી સ્પષ્ટ રીતે દર્શાવવા.

૨. બાયોડેટાની સાથે તમામ જરૂરી શૈક્ષણિક અને અનુભવના પ્રમાણપત્રોની સ્વ-પ્રમાણિત (Self-attested) નકલો બીડવાની રહેશે.

૩. તૈયાર કરેલી અરજી આ જાહેરાત પ્રસિદ્ધ થયાના ૭ (સાત) દિવસની અંદર રૂબરૂ અથવા રજિસ્ટર્ડ એ.ડી. (R.P.A.D.) / સ્પીડ પોસ્ટ દ્વારા નીચે આપેલા સરનામે પહોંચતી કરવાની રહેશે.

Click here for more details:

https://drive.google.com/file/d/1QfHplw0xcBaTH2BJ9IWXXF8_AaHw2R73/view?usp=drivesdk